શનિવારની બાળસભા

વિવિધ પ્રવૃત્તિથી સજ્જ એટલે સોનગઢ રત્નાશ્રમ. વેકેશન પૂર્ણ થતાં ફરી રત્નાશ્રમના કણ કણમાં નવચેતન પ્રસરી ગયું. બાળ કલરવથી રત્નાશ્રમ ફરી એક નવા વર્ષની ઉડાન ભરવા સજ્જ બની ગયું. અને બાળકોનાં સર્વાંગી જીવન ઘડતરનાં પાઠ-પ્રવૃત્તિની પૂર્વવત્ત શુભ શરૂઆત થઈ ગઈ. એમાંની એક વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે અહીંની વિવિધતાથી સભર એવી પ્રાર્થના સભા. જ્યાં બાળકો મન મૂકીને પોતાની આંતરિક પ્રતિભાને બહાર લાવવા હંમેશ થનગની રહ્યાં હોય છે. જ્યાં બાળકોને પોતાનામાં રહેલ આંતરિક કળા-કૌશલ્યને અભિવ્યક્ત કરવાની પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે.જેમકે,

●  વક્તવ્ય
●  નાટ્ય અભિનય કળા
●  બાળ અભિનય ગીત
●  સ્પોકન ઈંગ્લીશ
●  કાર્યક્રમ સંચાલન

આવી વિવિધ પ્રવૃત્તિનું પૂર્વે આયોજન કરવામાં આવે છે.એ પ્રમાણે દર શનિવારના રોજ જે ગ્રુપનો ક્રમ આવતો હોય તે ગ્રુપે રજૂઆત કરવાની હોય છે. અને એમને જે ગુણ મળે તે એમનાં ગ્રુપમાં જમાં થાય છે. એ ઉપરાંત શાળામાં કે વર્ગમાં જે બાળકોનો ઔચિત્યપૂર્ણ વ્યવહાર જણાય કે અભ્યાસમાં જેમણે સારું પ્રદર્શન કરેલ હોય તેમને પ્રાર્થના સભામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 

news headlines