Joy of Science ની પ્રયોગશાળા સોનગઢ રત્નાશ્રમના આં

તા.27/8ના રોજ ડો.વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર, અમદાવાદની ટીમ (8 શિક્ષકો) આપણી સંસ્થાની મુલાકાતે આવેલ. આ Team દ્વારા ધો.6 થી 8 અને ધો. 9 અને 10 એમ બે ગ્રૃપ બનાવી Math અને Science ઉપરાંત ખગોળ વિજ્ઞાનને લગતી માહિતી, પ્રયોગો અને પ્રોજેક્ટસ બતાવવામાં આવેલ.સવારે 8.30 થી 12:00 સુધી કાર્યક્રમનું આયોજન થયેલ.સર્વ  વિદ્યાર્થીઑએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને Math, Science અને Astronomy ની મજા માણી હતી. Math & Sci. Dept.  ના બધા શિક્ષકો ઉપરાંત સર્વ સ્ટાફ મિત્રો સાથે દિનેશભાઈ પણ આ કાર્યક્રમમાં સતત હાજર રહી આ કાર્યક્રમ માણ્યો હતો.

અમદાવાદથી આવેલ આ ટીમે છેલ્લા ત્રણ દિવસથી પાલીતાણાની આજુબાજુની લગભગ 15 જેટલી શાળામાં કાર્યક્રમ આપ્યો હતો પરંતુ તેઓ આપણી સંસ્થાથી ખૂબ જ પ્રભાવિત થયેલ અને બાકીની શાળાઓ કરતાં આપણી સંસ્થા ખૂબ જ અલગ રીતે વિદ્યાર્થીંઓના સર્વાંગી વિકાસ માટે જે રીતે કાર્ય કરે છે તેને ખૂબ જ બિરદાવેલ.

 

news headlines