મધ્યકાલીન દેવનાગરી લિપિ અધ્યાપન શિબિર

શ્રી કચ્છી વીસા ઓશવાલ દેરાવાસી જૈન મહાજન મુંબઈ,  શ્રી ઘાટકોપર કચ્છી જૈન શ્વેતાંબર

મૂર્તિપૂજક સંઘ દ્વારા આયોજિત  !!મધ્યકાલીન દેવનાગરી લિપિ અધ્યાપન શિબિર!!

અધ્યાપિકા - ડૉ. શ્રીમતી પ્રીતિબેન પંચોલી (અમદાવાદ) જૈન આગમો જે પ્રથમ પહેલા શ્રવણ રૂપે સચવાયેલ ત્યાર બાદ એ સાહિત્યને લિપિ બદ્ધ કરવામાં આવેલ અને જે કંઈ સાહિત્ય લિપિબદ્ધ  થયેલ તે દેવનાગરી લિપિમાં લખાયેલ. જેમાંનું કેટલુંક સાહિત્ય આપણને મળેલ પણ હજુ કેટલુંય સાહિત્ય પ્રાકૃત ભાષામાં છે જે હજુ પણ વણઉકેલ છે.આ પ્રાકૃત ભાષાની લિપિ ઉકેલવી અને એના એ જ સ્વરૂપે એ જ લિપિમાં લખવું અને સમજવું એ જ આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ રહેલ.

▪શિબિરમાં જે અભ્યાસ થયેલ તેની મુખ્ય બાબતો
▪સોનગઢ રત્નાશ્રમ તરફથી ચાર વિદ્યાર્થી અને બે શિક્ષક મિત્રો આ શિબિરમાં જોડાયેલ. 1. વિરમગામી પાર્થ દીપકભાઈ (9G)2. શાહ મોક્ષિત દેવાંગભાઈ (9G)3. ગડા પ્રિયમ મયૂરભાઈ (9E)4. દેઢિયા વિનીત અનિલભાઈ (9E) શિક્ષક : 1. હાર્દિકભાઈ જોશી     2. જયેન્દ્રભાઈ ભટ્
▪ હિન્દી વર્ણમાળા સાથે પ્રાકૃત વર્ણમાળાનો પરિચય.
▪જોડાક્ષરવાળા પ્રાકૃત વર્ણલિપિનો પરિચય તથા અંક નો પરિચય.
▪વિશિષ્ટ પ્રાકૃત શબ્દોનો પરિચય તથા પ્રાકૃત સાહિત્યનો ઇતિહાસ.
▪પ્રાકૃત ભાષાના શબ્દોનું વાંચન તેમજ લેખન તથા  પ્રાકૃત ભાષામાં લખાયેલ ગાથાનું વાંચન.લિપ્યાંતર કરવા માટેના નિયમોની જાણકારી.

 કુલ શિબિરાર્થીઓની સંખ્યા 37 તથા સાધ્વી-સાધુ મ. સા. ની સંખ્યા 20

 

news headlines