ચિત્રસ્પર્ધા 2020

પ્રિન્સ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ એકેડેમી  (હ. સમીર મહેન્દ્ર છેડા)

આયોજિત

“કલ્પના વિહાર ચિત્રસ્પર્ધા”

 

સોનગઢ રત્નાશ્રમ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન ચિત્ર વિભાગના શિક્ષક શ્રી પાર્થરાજ ચૌહાણ દ્વારા તા.૪/૦૮/૨૦ નાં રોજ રત્નાશ્રમના વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા જાણ કરી ઓનલાઈન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં બાળકો પોતાની આગવી કળા-સૂઝ વિસરી ન જાય એ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાના વિષયો :-

. પર્યુષણ પર્વ.(Celebration of "Paryushan Festival")

. ૧૫ મી ઓગસ્ટ . (15TH August Celebration)

. રક્ષાબંધન. (Celebration of Rakshabandhan).

આ સ્પર્ધાનું આયોજન ત્રણ ગ્રુપમાં કરાયેલ હતું. જેમાં બંને મીડિયમના ધોરણ ૬ થી ૮ , ધોરણ ૯ થી ૧૦ અને ધોરણ ૧૧ થી ૧૨ એમ વિદ્યાર્થીઓને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઈન કરાવેલ. આ સ્પર્ધામાં ૧૦૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જયારે આમાંથી દરેક ગ્રુપ વાઈઝ ત્રણ –ત્રણ બાળકોની પસંદગી કરવામાં આવી. આ દરેક વિદ્યાર્થીઓને પૂરતું પ્રોત્સાહન આપીને તેમની કળા ને નીખારવાનું કામ કર્યું. આ સ્પર્ધામાં બાળકોની કલાશૈલી વિકસે એ પણ ધ્યાનમાં રાખી ચિત્ર  સ્પર્ધા સફળ બની હતી. બાળકોએ તેની આવડત અને સમજણ દ્વારા સુંદર ચિત્રો બનાવી મોકલેલ જે ખૂબજ સુંદર અને પ્રશંસનીય હતું.

સ્પર્ધાના વિજેતાઓ :

ગ્રુપ ૧ (૬ થી ૮)

  1. Hariya Moksh Sanjay 7E (Padana)
  1. Jain Vishuddha Vikas 6E (Sanawad)
  1. Shah Dharmik Piyushbhai. 8E (Kuwala)

 

ગ્રુપ ૨ (૯ અને ૧૦)

  1. Lalan Malav Shaileshbhai 10E (Koday)
  1. Shah Hriday Himesbhai 10E (Jamnagar)
  1. Kenia Bhavya Hasmukhbhai 9E (Mundra)

 

ગ્રુપ ૩ (૧૧ અને ૧૨)

  1. Gala Umang Vinodbhai  12E (Chhasra)
  1. Gohil Rudrarajsinh Vijaysinh, 11E (Songadh)
  1. Dodiya Parth Rameshbhai 11E (Songadh)

news headlines