માતૃવંદના કાર્યક્રમ 2020

                 આજના યુગમાં જે સંસ્કારો વિસરાઈ રહ્યા છે, તેને ઉજાગર કરવા જરૂરી છે.જેમકે આપણા જીવનમાં માતા-પિતાનું સ્થાન.માતા-પિતા વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં ઘરડાઘરનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે,અને માતા પિતાનાં ઉપકારો વિસરાઈ રહ્યા છે, ત્યારે આપણા રત્નાશ્રમના બાળકોમાં આ સંસ્કારોનું સિંચન થાય અને બાળકોમાં પોતાના માતા-પિતા પ્રત્યે સદ્દભાવના અને આદર ઉત્પન્ન થાય તે માટે આ કાર્યક્રમ રજૂ કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. જેમાં બાળકો સાથે માતા-પિતાએ ખુબ સરસ રીતે આ કાર્યક્રમ માણ્યો.

                                      દર વર્ષે આપણે રત્નાશ્રમનાં આંગણે  જયારે માતા-પિતા દિવાળીનાં વેકેશનમાં બાળકને  લેવા આવે ત્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પણ આ કોરોના મહામારીને લીધે શાળાઓ બંધ છે અને બાળકો પોતાના ઘરે છે ત્યારે રત્નાશ્રમ પરિવાર પોતાનું કર્તવ્ય ભૂલ્યું નથી અને YOUTUBE LIVE ના માધ્યમથી ‘માતૃવંદના’  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નીચે મુજબ કાર્યક્રમ કરવામાં આવ્યો.

કાર્યક્રમની રૂપરેખા  -                 શ્રી દિનેશભાઈ કાનાણી

માતા-પિતાનું જીવનમાં સ્થાન-         શ્રી વિષ્ણુભાઈ ભટ્ટ

ભૂલો ભલે બીજું બધું ગીત –          શ્રી પ્રવીણભાઈ વંકાણી

માતા-પિતાનું પૂજન-                  શ્રી હાર્દિકભાઈ જોષી

માતા-પિતા નું મહત્વ –               શ્રી દિનેશભાઈ કાનાણી

તું કિતની અચ્છી હૈ ગીત -      શ્રી પ્રવીણભાઈ વંકાણી દ્વારા કાર્યનું સમાપન.

આ કાર્યક્રમ ને માણવા માટે અમારી YouTube ચેનલ પર ક્લિક કરો.

news headlines