Cultural Activity

  • સાંજની પ્રાર્થના પ્રવૃત્તિ(બાળસભા)
  • બધાજ બાળકોને વ્યક્તિગત સ્ટેજ મળે માટે ગ્રુપ પ્રમાણે ટુકડી બનાવવામાં આવે છે. જે અઠવાડિયામાં ૪ ગ્રુપમાંથી કોમ્પિટીશન થાય છે. જેના માર્ક ગ્રુપમાં એડ કરવામાં આવે છે. જેમાં (૧) પ્રાર્થના(નૃત્ય સાથે) (૨)ડાન્સ (૩) ટેલેન્ટ, ઘડિયા, G.K, સરપ્રાઈઝ, સ્કીન-બોડી ચેકપ, ગેમ વગેરેનું ગ્રુપમાં જ આયોજન કરવામાં આવે છે.(દરેક બાળક ને ફરજીયાત મનગમતી કલા શીખવી તેને સ્ટેજ ઉપર વિવિધ ગ્રુપ સ્પર્ધાઓમાં સામિલ કરાય છે.

 

  • મનોરંજન પ્રોગ્રામ
  • મનોરંજન ની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ, કલાઓને ખીલવવા, વિકાશવા ગામડાની જૂની રમત, કતપુટળી, પપેટ શો તેમજ જાદુગર હકુભાના જાદુના હેતભર્યા પ્રોગ્રામોનું આયોજન થયું. બે કલાક સુધી ચાલેલા આ મનોરંજન પ્રોગ્રામને વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે મન ભરીને માણ્યો.

 

  • વિજળી અને પાણી બચાવ અભ્યાન
  • વર્ષ ૨૦૧૭-૧૮ નાં મહત્વના લક્ષ્યાંક તરીકે રાષ્ટ્રની મહામુલી સંપતિ એવી ‘વિજળી, પાણી અને સંસ્કૃતિને પસંદ કરી તેના બચાવ’ સંદર્ભે સમગ્ર આશ્રમ પરિવાર દ્વારા એક મહાભિયાન હાથ ધરાયું. જેમાં વિજળી અને પાણીનું મુલ્ય સમજાવી લોક જાગૃતિ લાવવા આશ્રમના ભુ.પુ. વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીશ્રી અને હાલ પૂના નિવાસી શ્રી નાનજી હીરજી ફૂરીયાના પ્રમુખ પદે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં સમગ્ર સોનગઢ ગામના બેનરો, બેન્ડ સાથે સુત્રો પોકારતા ભરાયેલી, સભાઓ તેમજ ભુ.પુ રાષ્ટ્રપતિ A.P.J કલામ સાહેબની પાણી બચાવ સ્લાઈડ શો નુ નિદર્શન વગેરે કાર્યક્રમોનું આયોજન થયું. પરિણામ સવૃપે વિદ્યાર્થીઓમાં ખુબ જ જાગૃતતા આવી જેનાથી આશ્રમમાં વિજળી અને પાણી વપરાશના દરરોજના આંકમાં અનુક્રમે ૫૦ યુનીટ અને ૬૦૦૦ લીટર પાણીનો બચાવ નોંધાયો છે. જયારે વર્ષ દરમ્યાન વિવિધ પર્વની ઉજવણી દ્વારા સંસ્કૃતિનું મહત્વ અને તેની વિશેષતા સમજતા થયા છે.

 

  • રક્ષાબંધન પર્વ  ઉજવણી
  • ભાઇ-બહેનના પ્રેમ નો સંદેશ આપતા આ પર્વ સંસ્થાના સભ્ય પરિવારની બહેનો દ્વારા ચંદલાવીધી પછી સર્વ વિદ્યાર્થીઓને રાખડી બાંધવામાં આવી હતી.

Quick Links

  • 1
    Alumni

    Register,Login or Search our Almuni

  • 2
    Student

    Admission, Result search or Find status

  • 3
    Donation

    Help student. Help future

  • 4
    Contact Us

    May I help you?