સુંદર લેખન નહી પણ સ્વચ્છતા અભિયાન- સોનગઢ રત્નાશ્રમ
વર્ગમાં સ્વાભાવિક પણે બોર્ડ પર એક સુવાક્ય લખેલ: ‘ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.’ આ પછી બાળકોને કહેવામાં આવેલ કે આ કહેવત આપણને શું શીખવી જાય છે ? ત્યારે બાળકોએ જણાવેલ કે આપણે ગમે તેવું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવ્યું હશે પણ જો આપણું હાથનું ઘરેણું એવા સુંદર અક્ષર નહી હોય તો તે મેળવેલ કેળવણી અધુરી ગણાશે.
આપણે જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં આસપાસ જેમ સ્વચ્છતા રાખીએ છીએ તેમ આપણે નોટબુકમાં જે લેખન કરીએ છીએ તેમાં પણ એટલી જ સ્વચ્છતાની કાળજી રાખવી જોઈએ. એટલે જ આ અભિયાનને સુંદર લેખન અભિયાન નામ આપવાને બદલે ‘સ્વચ્છતા અભિયાન’ નામ આપેલ.
બાળકો પણ સમજે કે ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એમ ‘જ્યાં સુંદર લેખન ત્યાં વિદ્યાદેવી માતા શારદાનો વાસ’
જેમ આંગણું સ્વચ્છ હોય તેમ એની શોભા વધે તેમ સુંદર અક્ષરથી આપણા વ્યક્તિત્વની છાપ સારી પડે છે. એજ વિચાર સાથે શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ સુંદર લેખન અભિયાન શરું કરવામાં આવે છે.જેથી પ્રારંભથી જ બાળકો આ બાબતે જાગ્રત બની જાય.
બાળકોને અભ્યાસમાં પ્રથમ સુંદર અક્ષરનું મહત્વ અને તેના દ્વારા અભિવ્યક્ત થતું આપણું વ્યક્તિત્વ સારી રીતે નીખરી આવે છે. સુંદર અક્ષર બાબતે પ્રથમ બાળકો સમક્ષ મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગોની ચર્ચા કરવામાં આવી.ત્યાર બાદ સુંદર અક્ષર દ્વારા જીવનમાં અને અભ્યાસમાં થતાં ફાયદા અંગે ચર્ચા કરવામાં આવી.
સારા વ્યક્તિત્વ માટે
લેખિત અભિવ્યક્તિ માટે
સારા પરિણામ માટે
લેખનમાં સુઘડતા માટે
અર્થનો અનર્થ ન થાય તે માટે
સારી કેળવણીની નિશાની માટે
સારી ચોખ્ખાઈ માટે
સુંદર અક્ષર બાબતે ગાંધીજીએ કહ્યું છે કે ‘ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.’અને સુંદર અક્ષર એ વિદ્યાદેવી મા શરદનું આવશ્યક અંગ છે.તેની આપણે ક્યારેય ઉપેક્ષા ન કરવી જોઈએ.અભ્યાસની આપણી સર્વ બાજુ ઉત્તમ હશે પણ અક્ષર સુંદર નહીં હોય તો તે આપણે મેળવેલ તમામ સિદ્ધિઓને ઢાંકી દેશે.
સુંદર લેખનનો સંપૂર્ણ રીપોર્ટ નીચે પ્રમાણે રજૂ કરેલ છે.જેમાં અભિયાન પૂર્વેની સ્થિતિ અને અભિયાન બાદની સ્થિતિ જણાવેલ છે. જે આપ જોઈ શકો છો.
Date:- 15-06-2018 થી 30-06-2018 દરમિયાન સુંદર લેખન અભિયાન ચલાવવામાં આવેલ.
|
Aiwyan phela
|
|
15-06-18
|
|
std.
|
A
|
B
|
C
|
IN
|
TOTAL
|
|
9G
|
2
|
10
|
25
|
12
|
49
|
|
9E
|
2
|
12
|
21
|
13
|
48
|
‘