શ્રી જે. કે. શાહ મ્યુઝીક એકેડેમી

સંગીત મારી આરાધના

બાળકોનું સર્વાંગી ઘડતર એટલે સોનગઢ રત્નાશ્રમ.અહી અભ્યાસની સાથે સાથે જીવનધારાને રસતરબર કરનાર વિવિધ પ્રવૃત્તિ પણ રત્નાશ્રમના આકર્ષણનું કેન્દ્રબિંદુ છે. આ સર્વ પ્રવૃતિમાં બાળકોની પ્રિય પ્રવૃત્તિ હોય તો તે છે- મ્યુઝિક એકેડમી દ્વારા પીવરાવવામાં આવતો સંગીતરસ. સંગીતશાળામાં જતાં જ બાળકોનું મન મોર બની થનગનાટ કરવા લાગે છે.એનું એક જ કારણ અહીનું સૂર-તાલ અને તબલાના વાદ્ય દ્વારા રેલાતું દિવ્ય સંગીતમય વાતાવરણ.જે બાળકોને અહી જાણે કે ગળથુથીમાંથી જ મળી જાય છે.

રત્નાશ્રમના સ્થાપક બન્ને બાપાશ્રીઓ પણ સંગીતપ્રિય હતા.અને એમના જ સૂર-તાલનો મળેલ વરસો જાણે કે આજે રત્નાશ્રમના બાળકો સવાયો કરી રહ્યા છે.બન્ને બાપાશ્રીઓના સૂર અને સંગીતે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજને પણ સંગીતની સુવાસ માણવાની ફરજ પાડી હતી.મહારાજા કૃષ્ણકુમારસિંહજી તો એટલા સંગીતપ્રિય હતા કે તેમણે પોતાના રાજ્યમાંની દરેક શાળામાં સંગીતના જ્ઞાનને ફરજિયાત બનાવેલ.

જર્મન ફિલસૂફ નિત્સેએ કહેલું કે, ‘ જો માનવીના જીવનમાં સંગીતને સ્થાન ન મળે તો તે તેની મોટામાં મોટી ભૂલ છે.’

આજની ભગદોડ અને તણાવભરી સ્થિતિમાં માણસ શાંતિની શોધ માટે ફાંફા મારે છે.અને અંતે તો નિરાશા જ મળે છે.પરમ શાંતિની અનુભૂતિ કરાવી શકે તેવી જો કોઈ કળા હસ્તગત હોય તો તે એક અને માત્ર એક છે સંગીત કળા.એક સંશોધન પ્રમાણે ‘મ્યુઝિક થેરાપી’થી કેટલાય અસાધ્ય રોગના ભોગ બનેલ દર્દીઓના દર્દ પણ દૂર થયા છે.

બાળક એ એક કુમળો છોડ છે. જો તેને બાળપણથી જ દરરોજ 45 મીનીટની સંગીતની તાલીમ આપવામાં આવે કે સારી રીતે માણતા શીખવવામાં આવે તો બાળકોમાં રહેલી અજ્ઞાત શક્તિનો સંચાર થાય છે અને તેની મેઘાવી સારી રીતે ખીલી શકે છે. આજ વિચારધારાને અનુસરીને રત્નાશ્રમમાં સંગીતજ્ઞ દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવે છે.જેની સીધી અસર તેના અભ્યાસમાં પણ જોઈ શકાય છે.આજે રત્નાશ્રમના કેટલાંય રત્નો સૂર-સંગીતની દીક્ષા અંગીકાર કરી વાદ્ય રૂપી સમાજના તારને ઝણઝણાવી રત્નાશ્રમની સુવાસ સૂર-સંગીતથી ઝંકૃત કરી રહ્યા છે.

રત્નાશ્રમમાં અપાતી સંગીતની તાલીમ

  • પ્રથમ બાળકોને સંગીત શાળામાં રહેલ વિવિધ વાદ્યોનો પરિચય આપવામાં આવે છે.
  • પ્રથમ બાળકોને સંગીતનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.,
  • બાળકોને ક્યા વાદ્યમાં સૌથી વધારે રસ છે,એ જીજ્ઞાસા જાણી જે-તે વાદ્યમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવે છે.
  • બાળક સંગીત કક્ષા 6 માં પ્રવેશ કરે ત્યારે એમને અલંકાર , વિવિધ રાગ શીખવવામાં આવે છે.
  • જેમ-જેમ બાળકની સંગીત પ્રત્યે રસ-રુચિ વધતી જાય એમ એમ બાળકોને બાળગીત , સ્તવનો , ભજનો શીખવવામાં આવે છે.
  • જયારે બાળક કક્ષા 6 થી પ્રવેશ મેળવે છે ત્યારે હાર્મોનિયમ અને તબલા વગાડવાની તાલીમ આપવામાં આવે છે.
  • વિવિધ વાદ્યોમાં અલંકાર કઈ રીતે પ્રસ્તુત કરવા તેની ઝીણવટથી સમજ આપવામાં આવે છે.
  • હાર્મોનિયમ પર રહેલ કી ની સમજ આપી સા રે ગ મ પ ધ ની સા થી સૂરની શરૂઆત કરાવવામાં આવે છે.
  • બાળક હાર્મોનિયમ પર જેમ જેમ પ્રાવીણ્ય મેળવતો જાય છે તેમ તેમ સ્તવનો , ભજનો , બાળગીતોના સૂરની તાલીમ આપવામાં આવે છે.
  • તબલા પર પ્રથમ બાળકોને સાટી મારવાની તાલીમ અપાઈ છે.
  1. વિવિધ તબલાના તાલ બાળક મેળવતો થાય ત્યાર બાદ તેના પર ભજનો , સ્તવનો , બાલગીતોના સૂર મેળવતા શીખવવામાં આવે છે.

સંગીતની મેળવેલ તાલીમનું મૂલ્યાંકન

  • અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા પ્રારંભિકથી લઈને વિશારદ સુધીનો સંગીતનો આભ્યાસ કરાવવામાં આવે છે. ત્યાર બાદ સમયાંતરે તે મહાવિદ્યાલય દ્વારા પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે.તે પરીક્ષા બાળકો આપે છે.
  • રાજ્ય સરકાર દ્વારા આયોજિત સંગીત સ્પર્ધાઓ જેવી કે કલા મહાકુંભ તથા યુવામહોત્સવમાં રત્નાશ્રમના બાળકો રાજ્ય કક્ષાએ પહોંચેલ છે.
  • બાળકો અહીંથી તાલીમ મેળવી તાલુકા-જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રત્નાશ્રમના સૂર-લયની સુવાસ પાથરી છે.
  • રત્નાશ્રમના વિવિધ કાર્યક્રમોમાં બાળકો સ્તવનો , ભક્તિભાવના , અઢાર અભિષેક , સત્તરભેદી પૂજા જેવા પ્રસંગોમાં સંગીતના તાલ આપીને મન-હૃદયને પ્રફુલ્લિત બનાવે છે.
  • અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા આયોજિત વાદન અને ગાયનની પરીક્ષા માટેની 130 બાળકો તાલીમ લઇ રહ્યા છે.

Quick Links

  • 1
    Alumni

    Register,Login or Search our Almuni

  • 2
    Student

    Admission, Result search or Find status

  • 3
    Donation

    Help student. Help future

  • 4
    Contact Us

    May I help you?