એક પ્રેમ ભર્યું આમંત્રણ
ભાવનગરથી બાંદ્રા આવતી ૧૨૯૭૨ અપ ભાવનગર એક્ષપ્રેસનો સમય સોનગઢથી સાંજે ૭.૦૦ વાગ્યાનો હોવાથી પાલીતાણાથી મુંબઈ તરફ જતા યાત્રિકો માટે ચૌવિહારનો સમય સાચવવો મુશ્કેલ પડે છે. આવા સંજોગોમાં આપ પાલીતાણાથી થોડા વહેલાસર પ્રયાણ કરી સોનગઢ રત્નાશ્રમમાં પધારી આપની જ સંસ્થા માની ચૌવિહારનો લાભ આપો. આપનો આતિથ્ય સત્કાર કરતા અમને અનેરો આનંદ આવશે.
સંપર્ક સૂત્ર : ભરત ચૌહાણ – ૦૯૩૭૭૧૦૯૭૭૭ અથવા કુલીન ખોના – ૦૯૩૨૮૯૦૫૧૨૭