તવારીખ - એ - રત્નાશ્રમ |
વર્ષ |
તવારીખ |
૧૯૦૯ |
મુંબઈ સ્થિત તપાગચ્છીય પૂ.મુનિરાજ શ્રીચારીત્રવિજયજી મ.સા.નાં ક્રાંતિકારી વિચારોથી આકર્ષાઈ સ્થાનકવાસી પુ. મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજીનો ક્ચ્છથી પત્ર વ્યવહાર |
૧૯૧૫ |
સમાજના ઉત્થાન માટેના ક્રાંતિકારી વીરોની સામ્યતાએ બંને મુનિઓનું વંથલી (સૌરાષ્ટ્ર)માં પ્રથમ મિલન |
૧૯૧૭ |
શૈત્રુંજય પાલીતાણાથી સહયાત્રા પુ.મુની શ્રી કલ્યાણચંદ્રજીની પ્રથમ યાત્રા (મૃહપતિ સાથે) |
૧૯૧૮ |
ગીરનાર પર નેમનાથ ભગવાન ચરણ સ્પર્શે પ્રતિજ્ઞાઓ
૧. " ચેલા ન મૂંડવા " ૨. સમુદાયનાં બંધનોને તિલાંજલિ ૩. શેષ જીવન સમાજ સેવા અર્થે ૪. યોગ્ય સ્થળે આશ્રમની સ્થાપનાં ૫. ભાવી પેઢીનું ઉચ્ચ જીવન ઘડતર |
૧૯૨૨ |
" શ્રી મહાવીર ચારિત્ર રત્નાશ્રમ " નો શુભારંભ |
૧૯૨૩ |
રત્નાશ્રમનું ખાતમુહતઁ, દેરાસરનું નિર્માણ |
૧૯૨૪ |
ઉતર-દક્ષિણ બે ચાલીઓનું નિર્માણ |
૧૯૨૫ |
ગાંધીજીનાં પ્રમુખપદે કાઠીયાવાડ રાજકીય પરિષદમાં બને મુનિઓની હાજરી, પુ.ગાંધીજીની રત્નાશ્રમમાં પધરામણી, ગાંધીજી દ્વારા ભારત માતાની પ્રતિમાનું અનાવરણ, જૈન સાધુઓની રાષ્ટ્રભક્તિ તથા સમાજસેવાથી ગાંધીજી અત્યંત પ્રભાવિત |
૧૯૨૫ |
શ્રી મહાવીર સ્વામી જિન મંદિરની પ્રતિષ્ઠા |
૧૯૩૦ |
પ્રથમ ૧૩ બાળકોથી છાત્રવાસની શરૂઆત |
૧૯૩૧ |
ક્રાંતિકારી " સમય ધર્મ " માસિકની શરૂઆત |
૧૯૩૨ |
રત્નાશ્રમના નામના "જૈન" શબ્દોનો ઉમેરો |
૧૯૩૩ |
ક્ચ્છના પુરબાઈમા ની સહાયથી પ્રથમ વિદ્યાથીભવનનુ નિર્માણ |
૧૯૪૩ |
પુ.મુનિરાજ શ્રી ચારીત્રબાપનો કાળધર્મ જેસીગભાઈ વિદ્યાથીભવનનુ નિર્માણ |
૧૯૫૦ |
સ્થાપત્યના નમૂનારૂપ પુ. ચારીત્રબાપાના ગુરુમંદિ, પુ. દેવચંદ્રજી મહારાજના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ |
૧૯૫૪ |
સંસ્થાની રજત જયંતિની ઉજવણી |
૧૯૫૯ |
મુખ્યદ્વારની સામે પુ.ચારિત્રબાપાનીપ્રતિમાની સ્થાપના |
૧૯૬૭ |
સહકાર્યકર પુ.ગુલાબચંદ્રજી બાપાનો કાળધર્મ |
૧૯૬૮ |
મુંબઈમા ષણ્મુખાનંદ હોલમાં ચતુરાથઁ દશાબ્દ મહોત્સવની ઉજવણી, ટ્રસ્ટ સ્કોલર યોજનાનો પ્રારંભ |
૧૯૭૧ |
પુ.મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજીનો કાળધર્મ |
૧૯૭૨ |
પુ.બાપાના સ્વર્ગવાસ નિમિતે પંચાહીનીકમહોત્સવની ઉજવણી, ચરણ પાદુકાની સ્થાપના તથા સમાધી રચના |
૧૯૭૪ |
પુ.બાપા ના જીવંતસ્મારકરૂપ રત્નાશ્રમના નામમાં "કલ્યાણ" નો ઉમેરો |
૧૯૭૭ |
પુ. બાપાશ્રી હ્યદયેચ્છાને મૂર્તસ્વરૂપ "લવાજમ" ને જાકારો, શિક્ષણ સાથે બધી સુવિધા નિઃશુલ્ક |
૧૯૮૩ |
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ |
૧૯૮૮ |
શિક્ષણમાં ક્રાંતિ માટે શિક્ષણ વિશારદોનું જ્ઞાનસત્ર |
૧૯૯૦ |
ભોજનશાળા વિસ્તૃતી અને નુતનીકરણ |
૧૯૯૮ |
મુખ્ય પ્રવેશદ્વારનું મકાન, વોટર ટેંક, જલમંદિર, વિદ્યાર્થીભવન, વિવિધલક્ષી હોલ, પુ. કલ્યાણચંદ્રજી બાપાનું મંદિરનું નિર્માણ, મુખ્ય પ્રવેશદ્વારની સામે ગુરુ મંડપમાં બને બાપાના પ્રતિમાની સ્થાપના, અતિથિગૃહનું નુંતનીકરણ |
૧૯૯૯ |
સંસ્થા સંકુલમાં પોતાની સ્કૂલની શરૂઆત |
૨૦૦૩ |
નુતનશાળા સંકુલનું ઉદઘાટન, અંગ્રેજી માધ્યમની શરૂઆત |
૨૦૦૭ |
નવસર્જન- વિદ્યાર્થીભવન , ભોજનશાળા |
૨૦૧૨ |
જુનિયર કોલેજ તથા વોકેશનલ ઇન્સ્ટીટયુટનો પ્રારંભ |
૨૦૧૮ |
ATAL TINKARING LAB ની શરૂઆત |
૨૦૧૮ |
શિક્ષણમાં ડીઝીટલ ક્રાંતિ |
૨૦૧૯ |
અમદાવાદમાં શ્રી ચારિત્ર કલ્યાણ વિદ્યાર્થીગૃહનો શુભારંભ |
૨૦૨૧ |
શાળાનું વિસ્તૃતીકરણ |