વિશ્વસિંહ દિવસની ઉજવણી

વિશ્વ સિંહ દિવસ રેલી - રિપોર્ટ

તારીખ: 10 ઓગસ્ટ, 2025

સ્થળ: સોનગઢ રત્નાશ્રમ

 

વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે, સોનગઢ રત્નાશ્રમમાં 10 ઓગસ્ટના રોજ એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ ભારતના ગૌરવરૂપ સિંહના સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓ તથા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો.

રેલીની શરૂઆત હિરેનભાઈના ઉદ્દબોધન અને સૂચનાઓથી થઈ. તેમણે બાળકોને વન્યજીવ સંરક્ષણની આવશ્યકતા અને ખાસ કરીને એશિયાટિક સિંહના મહત્વ વિશે માહિતી આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ "સિંહ બચાવો, પ્રકૃતિ બચાવો" જેવા નારાઓના ઉચ્ચાર સાથે રેલી માટે રવાના થયા.

વિદ્યાર્થીઓએ ખાસ તૈયાર કરેલા સિંહના મોહરા(માસ્ક) પહેરીને રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો. કેટલાક વિદ્યાર્થીઓએ હાથમાં સંદેશ આપતા પોસ્ટરો અને બેનર્સ પણ પકડી રાખ્યા હતા. રેલી શાળાથી શરુ કરી સોનગઢ ગામ સુધી અને આજુબાજુના વિસ્તારોમાં ફરતી રહી અને અનેક લોકો દ્વારા તેને સહર્ષ સ્વાગત પણ મળ્યું.

આ પ્રસંગે શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે પાર પડ્યો.

કાર્યક્રમની અસરકારકતા:

આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોમાં નૈતિક મૂલ્યો, પર્યાવરણીય જાગૃતિ અને રાષ્ટ્રીય વારસાને સંરક્ષવા પ્રત્યેની ભાવના વિકસે છે.

 

 

news headlines