દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢ રત્નાશ્રમમાં ૧૫ મી ઓગસ્ટ-સ્વાતંત્ર્યદિનની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રત્નાશ્રમ પરિવાર તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિવારના સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહીં ધ્વજવંદન અને ભારત માતાને પુષ્પગુચ્છ અર્પણ કરી ધન્યતા અનુભવી. આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રાહુલ મેહતાનાં વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવેલ. રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને બેન્ડની સૂરાવલિ સાથે સલામી આપી હતી. આ ઉપરાંત રત્નાશ્રમનાં રત્નો દ્વારા વિવિધતા સભર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવેલ તેમજ શિક્ષકો તેમજ પધારેલ કમિટી મેમ્બર્સ દ્વારા પોતાના વક્તવ્ય રજૂ થયેલ.આ પ્રસંગે સંસ્થાના કમિટી મેમ્બર્સ શ્રી પરેશભાઈ છેડા તથા શ્રી પંકજભાઈ ગાલા ઉપસ્થિત રહેલ.