સોનગઢ રત્નાશ્રમનાં આંગણે 144 વિદ્યાર્થીઓ દ્વારા થયેલ અઠ્ઠાઇ તપની આરાધના. તા. 01.09.2022 ના રોજ, આ તપસ્વીરત્ન વિદ્યાર્થીઓના સંસ્થાના પરિવારના સભ્યોની હાજરીમાં પારણાં કરવામાં આવેલ. વિદ્યાર્થીઓને વાજતે-ગાજતે દેરાસરમાં પ્રભુશ્રીના દર્શનાર્થે લઈ જઈ, પારણાં માટે ભોજનશાળામાં આવકારેલ. તેમજ દરેક વિદ્યાર્થીની તિલક અને શ્રીફળ અર્પણ કરી અનુમોદના કરવામાં આવેલ. ત્યારબાદ સોનગઢ રત્નાશ્રમ પરિવારના સભ્યો દ્વારા દરેક વિદ્યાર્થીઓને પારણાં કરાવવામાં આવેલ.