રક્ષાબંધન પર્વની ઉજવણી

ભાઈ-બહેનના અતૂટ પવિત્ર પ્રેમને વ્યક્ત કરતો દિવસ એટલે રક્ષાબંધન. સોનગઢ રત્નાશ્રમ પરિવારે રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. મંત્રોચ્ચાર સાથે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી  ઉજવાયો હતો.  આ પવિત્ર તહેવારમાં રત્નાશ્રમની સર્વ બહેનોએ બાળકને ઘરેથી પોસ્ટ દ્વારા મોકલેલી રાખડી બાંધીને પવિત્ર ફરજ નિભાવી હતી. બાળકોએ રાખડી બંધાવી અનેરો આનંદ અનુભવ્યો હતો.

       રત્નાશ્રમના નાનાનાના બાળકોએ ભાઈ-બહેનના પવિત્ર સબંધને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રજૂ કરી સુંદર અભિવ્યક્તિ આપી હતી.

 

news headlines