તા.12 તથા 13 સપ્ટેમ્બર 2022 રોજ, વર્ષ: 1981-82 તેમજ તા. 24 તથા 25 સપ્ટેમ્બર 2022 ના વર્ષ 1998, વર્ષ 1999 તથા વર્ષ 2005-06 એમ 4 (ચાર) બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર રત્નાશ્રમનાં આંગણે પધારી શૈશવનાં સંસ્મરણો તાજા કર્યા. પ્રથમ દિવસે બેંડની સૂરાવલિ સાથે તેમનું સ્વાગત કરવામાં આવેલ, પૂજ્ય બાપાશ્રીને વંદન કરી, ફ્રેશ થઈ, નવકારશી કર્યા પછી સ્નાત્ર પૂજા કરી. પૂ. બાપાશ્રીનાં સમાધિ દર્શન કરેલ, ઓડિટોરિયમ હૉલમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર રજૂઆત થઈ, આ દરમિયાન ચારે બેચના સૌ ભૂ.વિ. મિત્રોએ મળી "માતૃવંદના યોજના" માં માતબર રકમ જાહેર કરી. સંસ્થા તરફથી દરેક મિત્રોને "શતાબ્દી સ્મૃતિચિન્હ" ભેટ સ્વરૂપે અર્પણ થયું. બપોરનાં ભોજન બાદ આવેલ ભૂ.વિ. મિત્રોએ પોતાની ઓળખાણ - નામ, ગામ, અત્યારે રહેઠાણ, કામ -ધંધો, રત્નાશ્રમ છોડ્યા પછી કેટલાં વર્ષે આવ્યા અને રત્નાશ્રમ જીવનનાં પોતાનાં સંસ્મરણો તાજા કર્યા. આ ઉપરાંત માતૃસંસ્થાને થઈ શકે તે રીતે ઉપયોગી બનીએ તેવું નક્કી કર્યું.
બીજા દિવસે સવારના શ્રી પાવન શત્રુંજય યાત્રા તેમજ ગિરિરાજજીના તળેટીમાં દર્શન કરેલ. પાલીતાણા તીર્થે અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ કલાપ્રભસાગર સૂરિશ્વરજી મ.સા. ને વંદન કરી તેમના આશીર્વચનનો લાભ લીધેલ.તેમજ પરત આવ્યા બાદ સંસ્થાકીય વિવિધ રમતોમાં પોતાનું બાળપણ ભેળવ્યું અને તેમના પરિવારને પણ સહભાગી બનાવ્યા. હવેથી વર્ષમાં એક વખત અચૂક રત્નાશ્રમની મુલાકાત લેશે એવો નિર્ધાર કર્યો, સાથે આવેલા પરિવારજનોને પણ ખૂબ આનંદ થયો.