દિવાળીબોણી કાર્યકર્તાનો મિલન સમારંભ

  તા.૨૭.૧૧.૨૦૨૧ના રોજ રત્નાશ્રમની ધરતી પર પગ મૂકતાં બધાના ચહેરા પુલકિત થઈ ગયેલ. બેન્ડની સૂરાવલિ સાથે બાપાશ્રીનાં દર્શન વંદન કરી, નવકારશી બાદ સ્કૂલ મુલાકાત કરી, ત્યાં અલગ અલગ લેબની મુલાકાત, આધુનિક ટેકનોલોજી સાથેનું ભણતર જોઈ દંગ થઈ ગયા.સંસ્થાના ઓડિટોરિયમ હોલમાં મિલન સમારોહ યોજાયો ત્યાં બોણી વિશે વિચાર વિમર્શ, પાછલા વર્ષોની બોણીની વિગતો, આપણે બોણી વધારવા શું કરવું, નવા મિત્રોને બોણી કાર્યમાં પ્રવૃત કરવા, જે એરિયામાં  બોણી નથી થતી તે એરિયાનો સમાવેશ વગેરે વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ, સાથે આ વર્ષે  માતૃસંસ્થા તરફથી ₹.75 લાખ નો ટાર્ગેટ આપવામાં આવેલ. જે સૌએ સ્વીકારેલ. 

  બપોરે જમ્યા પછી સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત, પૂ. બાપાશ્રીનાં સમાધિ દર્શન, મલખમ અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો.તા. ૨૮.૧૧.૨૦૨૧ ના  રોજ પાલિતાણા શ્રી ગિરિરાજજીની યાત્રા કરી સાંજે ચૌવિહાર કરી, આપણી કૃષિ પેદાશ એવા લીંબુ અને પેરુ ની યાદગીરી સાથે  શુભેરછા વિદાય આપવામાં આવી. તે વખતે બધા ભાવ વિભોર થઇ ગયા અને આ મુલાકાત અવિસ્મરણીય બની રહેશે એવા ઉદગારો નીકળ્યા.આ સમારોહમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ , ઉપપ્રમુખશ્રીઓ તેમજ સેક્રેટરીશ્રીઓ તથા કારોબારી સભ્યો ખાસ હાજર રહેલ.


 

 

news headlines