Handwriting Competition 21

સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે.

આપણી સારી વાણી અને સુંદર અક્ષર એ આપણાં વ્યક્તિત્વની સારી છાપ છે.

આપણે ઉચ્ચ અભ્યાસ કરીએ તે મહત્વનું તો છે જ પણ સાથે સાથે મીઠી વાણી અને સુંદર અક્ષર પણ એટલા જ મહત્વના છે. એવા વિચાર સાથે સોનગઢ રત્નાશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી-અંગેજી વિષયનું સુંદર લેખન અભિયાન ચલાવવામાં આવેલ.

        બાળકોને પ્રથમ સુંદર અક્ષરલેખનનું મહત્વ અને તેના દ્વારા વ્યક્ત થતાં આપણાં વ્યક્તિત્વ વિશે વર્ગમાં જણાવવામાં આવેલ.સુંદરલેખન બાબતે ગાંધીજીનાં જીવન પ્રસંગ અંગે ચર્ચા થયેલ. ત્યાર બાદ સુંદર લેખન અંગે જીવનમાં અને અભ્યાસમાં થતાં ફાયદા જણાવવામાં આવેલ.


  • સારાં વ્યક્તિત્વ માટે
  • લેખિત અભિવ્યક્તિ માટે
  • સારાં પરિણામ માટે
  • લેખનમાં સુઘડતા માટે
  • અર્થનો અનર્થ ન થાય તે માટે
  • સારી કેળવણીની નિશાની માટે
  • સારી ચોકસાઈ માટે
  • સુંદર અક્ષર હાથનું ઘરેણું છે.

 સોનગઢ રત્નાશ્રમમાં જયારે બાળક પ્રવેશ મેળવે છે ત્યારે પ્રથમ દિવસે જ લેખન કસોટીનું આયોજન કરવામાં આવે છે.તેના દ્વ્રારા બાળકોને ગ્રેડ આપવામાં આવે છે ત્યાર બાદ તેના આધારે સુંદર લેખન અભિયાન ચલાવવામાં આવે છે.

 સુંદર અક્ષર માટે ગાંધીજીનો વિચાર છે કે, ‘ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે’અને સુંદર અક્ષર એ વિદ્યાદેવી મા શારદાનું આવશ્યક અંગ છે.તેની આપણે ક્યારેય ઉપેક્ષા ન કરવી જોઈએ, અભ્યાસની આપણી સર્વ બાજુ ઉત્તમ હશે પણ અક્ષર સુંદર નહિ હોય તો તે આપણે મેળવેલ સિદ્ધિઓને ઢાંકી જ દેશે.

સુંદરલેખનનો સંપૂર્ણ રિપોર્ટ તારીખ 02/09/2021 ના રોજ લેવાયેલ સુંદર લેખન સ્પર્ધાને આધારે નીચે પ્રમાણે:

 

વિષય

 

વિષય

ગુજરાતી

 

અંગ્રેજી

std.

A

B

C

AB

TOTAL

 

A

B

C

AB

TOTAL

9G

22

13

11

4

50

 

14

16

16

4

50

10G

19

14

11

6

44

 

25

12

7

6

50

9A

17

18

04

2

41

 

26

12

1

2

41

9B

15

13

12

1

41

 

16

20

04

1

41

10A

13

18

06

0

37

 

16

19

2

01

37

10B

04

22

09

1

36

 

05

23

07

1

36


 

 

news headlines