સોનગઢ રત્નાશ્રમના પનોતાપુત્ર દ્વારા સંસ્થાને લિફ્ટ

સોનગઢ રત્નાશ્રમના સંસ્થાપક શ્રી પરમ પૂજ્ય મુનિરાજશ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબની ૧૩૮ મી જન્મ જયંતી નિમિત્તે આદ્ય વિદ્યાર્થી તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નાનજીભાઈ હિરજી ફુરિયા પધારેલ. ઓડિટોરિયમ હોલમાં જવા-આવવા માટે લીફટ બનાવવાનું સંસ્થાએ આયોજન કરેલ છે ત્યારે આજના દિવસે લીફ્ટના દાતા એવા સંસ્થાના જગડુશા શ્રી નાનજીભાઈ ફુરિયાએ આ પહેલને વધાવી લીધી.કચ્છી કવિ શ્રી દુલેરાય કારાણી સાહેબની સંસ્થામાં આપેલ સેવાની સ્મૃતિ જળવાઇ રહે એટલે કવિશ્રી દુલેરાય કારાણીનું નામ આ સાથે જોડેલ. તા. 28/02/2022 ના રોજ શ્રી દુલેરાય કારાણીની 126મી જન્મજયંતિ તેમજ 34મી પુણ્યતિથિ નિમિત્તે  સાહેબના પરિવારજનો  તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ . સેક્રેટરીશ્રીઓ તેમજ કારોબારી મેમ્બર્સ તેમજ પધારેલ મહેમાનશ્રીઓની હાજરીમાં લિફ્ટનું ઉદ્દઘાટન કરવામાં આવેલ.

 

news headlines