જિલ્લા કક્ષાનો સાયન્સ સેમીનાર

ભાવનગર જીલ્લાનો સાયન્સ સેમીનાર તા.૫/૮/૨૦૧૭ના રોજ મેડીકલ કોલેજ, ભાવનગર ખાતે યોજાયેલ. આ સાયન્સ સેમિનારનો વિષય: સ્વચ્છ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સંભવિત ભૂમિકા અને પડકારો.

આ સેમિનારમાં ભાવનગર જીલ્લાની ૧૦૪ શાળાઓના કુલ ૧૦૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રત્નાશ્રમની ચાર શાળાના ચાર વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

૧. શ્રી કચ્છ કેસરી જૈનાચાર્ય પુનમચન્દ્રજી હાઇસ્કુલ : દોશી કેનીલ ભાવેશભાઈ (ધો.૧૦ ગુજરાતી)

૨. શ્રી રતનશી ઉમરશી રાંભિયા ઈંગ્લીશ હાઇસ્કુલ : છેડા ધવલ હેમચંદભાઈ (ધો.૯ ઈંગ્લીશ)

૩. માતુશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાલા વિદ્યામંદિર : દવે આર્યન નીતિનભાઈ (ધો. ૮ ગુજરાતી)

૪. શ્રીમતિ મણીબેન વીરજી ધરોડ પત્રીવાલા ઈંગ્લીશસ્કુલ : જૈન ગ્યાયક (ધો. ૮ ઈંગ્લીશ)

આ સેમિનારમાં સમગ્ર ભાવનગર જીલ્લામાં દોશી કેનીલ બી. દ્વિતીય ક્રમાંકે આવી સોનગઢ આશ્રમનું ગૌરવ વધારેલ છે.

આગામી દિવસોમાં રાજ્ય કક્ષાના સેમીનારમાં દોશી કેનીલ બી. ભાગ લેશે અને સમગ્ર ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે.

આ સાયન્સ સેમીનારના બધા વિદ્યાર્થીઓને મહેનત કરાવવામાં સંસ્થાના બધાજ સાયન્સ શિક્ષકો શ્રી રોહિતભાઈ સંઘવી, શ્રી ગગજીભાઇ ડાંગર, શ્રી નીલકંઠભાઈ વોરા, શ્રી મનોજભાઈ પંડ્યા, શ્રી સંજયભાઈ દવે એ પોતાનું યોગદાન આપેલ.

 

news headlines