માતુશ્રી પાંચીબાઈ ખીમજી શાહ હ.ઝવેરબેન કે.શાહ (પત્ર

ભાવનગર જિલ્લા કક્ષાએ સિધ્ધિ

કલા મહોત્સવ દ્વારા સંગીત વાદ્ય સ્પર્ધાનું જિલ્લા કક્ષાનું આયોજન ભાવનગર મુકામે થયેલ. જેમાં સોનગઢ રત્નાશ્રમને સંગીતના સૂર અને વાદ્યના તાલથી ઝંકૃત કરનાર એવી એકેડેમી એટલે શ્રી પાંચીબાઈ મ્યુઝિક એકેડેમી. જ્યાંથી બાળકો સંગીતના વિવિધ વાદ્યોના તાલ મેળવી- કળા-કૌશલ્ય હસ્તગત કરી જિલ્લા અને રાજ્ય કક્ષાએ સિલેક્ટ થાય છે. એવા સોનગઢ રત્નાશ્રમના રત્ન ગાલા કાવ્ય નિપુનભાઈ–(ધોરણ 10 અંગ્રેજી ગામ– દેશલપુર) જેમણે હાર્મોનિયમ  વાદ્યમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું અને સાથે સાથે  ગાયન સ્પર્ધામાં  સંગોઇ વીર હિતેશભાઈ (ધોરણ 12 અંગ્રેજી ગામ: ટોડા) તેમજ લાલન મલવ  શૈલેષભાઈ (ધોરણ 12 અંગ્રેજી –કોડાય) એ તબલા વાદ્યમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સોનગઢ રત્નાશ્રમનું નામ સંગીતની દુનિયામાં ગુંજતું કરેલ..

 

news headlines