૭૫મો સ્વાતંત્ર્ય દિન

૭૫મો સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢ રત્નાશ્રમ દ્રારા ૧૫ મી ઓગસ્ટ૧૯૪૭ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સ્ટાફ સમયસર હાજર રહી શાળાના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમની રાષ્ટ્રગાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ભરતભાઈ દેઢિયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવ્યો હતો અને દરેક શિક્ષક મિત્રો દ્રારા રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ભારત માતાની મૂર્તિને પુષ્પવંદન કરવામાં આવ્યું હતું. દરેક સ્ટાફ મિત્રો ઓડીટોરિયમ હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા અને કાર્યક્રમની રોનક વધારી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ :-

1    પ્રાર્થના-    મ્યુઝિક એકેડેમી દ્રારા

૨ દેશભક્તિ ગીત- શિક્ષક શ્રી અંકુરભાઈ , મ્યુઝિક શિક્ષક શ્રી રવિભાઈ 

૩ ડાન્સ -૧૦ અંગ્રેજીના વિદ્યાર્થીંઓ

૪ માઈમ –ધોરણ ૧૧ ,૧૨નાં  વિદ્યાર્થીંઓ

૫ ડાન્સ - ૧૧ ,૧૨નાં  વિદ્યાર્થીંઓ

3 સ્વતંત્રતા મેળવવા માટે કેટલા દેશભક્તોએ તેમનું જીવન કુરબાન કર્યું? કેટલા શહીદોએ હસતે મોં ફાંસીના માંચડે ચડ્યાં ? સ્વતંત્રતા કેવી રીતે મળી ? આઝાદી મળ્યા પછી આપણે શું કર્યું ? આપણે કઈ જગ્યાએ પાછળ છીએ ? આઝાદી મળ્યા પછીની સ્થિતિ કેવી છે ? વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે સોનગઢ રત્નાશ્રમના ગુરુજનો , કમિટી મેબર્સ અને વિદ્યાર્થીંઓએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

    વક્તવ્ય આપનારા  શિક્ષક શ્રી :  તુષારભાઈ જાની

    વક્તવ્ય આપનારા  કમિટી મેબર્સ :   શ્રી ભરતભાઈ દેઢિયા ,શ્રી હસમુખભાઈ વોરા અને નરેન્દ્રભાઈ ગાલા

    વક્તવ્ય આપનારા વિદ્યાર્થીંઓ : શાહ પાશ્વ [૧૦ અંગ્રેજી ] ,સુખડિયા તીર્થેશ [૧૦ ગુજરાતી ]   

૭૫માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી અને  શ્રીપારસભાઈ શાહએ કાર્યક્ર્મની આભારવિધિ વ્યક્ત કરી.

news headlines