આશ્રમ ગીત

 

તારે ખોળે કંઇક કિશોરે, જ્ઞાન સુધારસ પીધાં

તારા ચરણોની ધૂલીમાં, જીવન સાર્થક કીધાં

આશ્રમ અજર અમર રહેજે કે

વધવધ વિસ્તોરતો જાજે (2).....

 

અમ જીવનમાં પ્રેમ, શૌર્યના, પૂર્યા વજ્જર પાયા

નિત્ય-નિરંતર અમ પર રહેજો, તારી શીતળ છાયા,

ભૂલ્યા પથિકને માર્ગે, તૂં ધ્રુવતારક થઇ રહેજે

 

તારે અંકે ઝૂલતાં-ઝૂલતાં, સ્વપ્ન અનેરાં નીરખ્યાં,

તારા અંકે નવ-જીવનમાં, મૂલ્ય અમૂલાં પરખ્યાં,

તૂં સંગાથી તન-મનનો, વિસામો દીન-દુ:ખી જનનો

 

દશે-દિશાઓ અમે ગજવશું, તુજ ગુણ ગાતાં ગાતાં

તારા તેજે પાર ઉતરશું, ભવસાગરમાં તરતાં,

તારી કિર્તીના ડંકા ગજવશું, ભૂમિ ભારતમાં,

તારે ખોળે........

news headlines