સંસ્કૃત સંભાષણ વર્ગ

ભારતીય સર્વ ભાષાની જનની એટલે દેવનાગરી સંસ્કૃત ભાષા. આપણાં પ્રાચીન જે ગ્રંથો સંસ્કૃતમાં છે. જેથી મૂળવિચારને સમજવા માટે સંસ્કૃત ભાષા જાણવી-સમજવી અતિ આવશ્યક છે. હાલમાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રવાહના અનુકરણમાં આપણે આપણી પુરાતન સંસ્કૃતિને વિસરી જઈએ છીએ. આ હેતુસર સંસ્કૃત વિશારદ પંડિત શ્રી હાર્દિકભાઇ જોશી (સંસ્કૃત શિક્ષક) દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં ધોરણ 7 થી 9 ના બાળકો રસ-રુચિ પૂર્વક સંસ્કૃત પ્રત્યેનો સ્વયંના અભિગમને જાગૃત કરી શીખવાની જિજ્ઞાસા દાખવી સંસ્થામાં દર શનિવારના રોજ સંસ્કૃત સંભાષણના વર્ગનું આયોજન કરવામાં આવે છે.

 

news headlines