યોગ રત્નાશ્રમ

                   ‘માટી માંથી માનવ ઘડવા’ એજ બાપાશ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય. આપણે ઈશ્વરને જાણવા છે.સત્યને જાણવું છે,સિદ્ધિઓ મેળવવી છે કે પછી ફક્ત સ્વસ્થ રહેવું છે.તો આપણે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે.શરીરને બદલશો તો મન બદલશે.મન બદલશો તો બુદ્ધિ બદલશે.બુદ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઇ જશે.આત્મા તો સ્વસ્થ છેજ.એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે.

         સોનગઢ રાત્નાશ્રમ કહે છે કે,શરીર અને મનનું દમન નથી કરવાનું પણ આનું રૂપાંતર કરવાનું છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે, હું મારી આદતો નથી છોડી શકતો.જેનાથી હું કંટાળી ગયો છું તો ચિંતા ન કરો આ આદતોમાં એક ‘યોગ’ ને પણ જોડી દો અને એકદમ પાછળ પળી જાવ તમે ણ ઇચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.

        યોગ અને કસરત કરવાના અનેક ફાયદા છે.નિયમિત યોગ,કસરત કરવાથી આપણું હૃદય મજબુત થાય છે.તનાવથી મુક્તિ મળે છે.યાદશક્તિ મજબૂત બને છે. બી.પી.ની સમસ્યાઓ રહેતી નથી.વજન કંટ્રોલમાં રહેશે.આ ઉપરાંત સૌથી જરૂરી વાત આપણા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.Immunity System એટલે કે રોગ-પ્રતિકારક શક્તિનો વધારો થાય છે.જેથી કોઈ પણ પ્રકારની બીમારી કે વાયરસની અસર આપણા શરીર પર ઝડપથી  થશે નહિ. માટે જ સોનગઢ રત્નાશ્રમ યોગ અને કસરત ને સૌથી વધુ મહત્વ આપે છે.

       પણ આ કોરોના મહામારીને લીધે શાળાઓ બંધ છે અને બાળકો પોતાના ઘરે છે ત્યારે રત્નાશ્રમ પરિવાર પોતાનું કર્તવ્ય ભૂલ્યું નથી અને YOU TUBE ના માધ્યમથી ‘યોગ રત્નાશ્રમ’  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો સાથે માતા-પિતાએ ખુબ સરસ રીતે આ કાર્યક્રમ માણ્યો. 

news headlines