કમ્પ્યુટર લેબનું નવીનીકરણ

સતત વધતી જતી સંખ્યા તેમજ વિકસી રહેલી અદ્યતન ટેકનોલોજીને ધ્યાનમાં રાખતાની સાથે દરેક વિદ્યાર્થીને પ્રેક્ટીકલ વર્ક પૂરતા પ્રમાણે મળી રહે, તે હેતુસર સંસ્થાની કમ્પ્યુટર લેબને અતિ આધુનિક તેમજ ૭૦ કમ્પ્યુટરથી સજ્જ કરેલ છે. કમ્પ્યુટર લેબનાં નવીનીકરણ સાથે લેબનું નેટવર્કિંગ તેમજ સંસ્થાના બધા જ વિભાગોને નેટવર્કમાં જોડવા માટે સર્વર રૂમ તૈયાર કરેલ છે. આ ઉપરાંત દરેક કમ્પ્યુટરમાં ઈન્ટરનેટ કનેક્શન સાથે હાઇસ્પીડ ઈન્ટરનેટની સુવિધા છે. તેમજ બાળકોને પ્રેક્ટીકલ કાર્ય દરમિયાન શિક્ષક દ્વારા વધુ ઊંડાણપૂર્વક સમજણ આપવા માટે લેબમાં જ ડીજીટલ બોર્ડની સુવિધા, જેથી બાળકોની તકલીફોનું તેમજ મૂંઝવણનું સમાધાન કરી શકાય.

news headlines