પ. પૂ. શ્રી કલ્યાણચંદ્રજી મ. સા.ની જન્મજયંતી

તારીખ 25 ડિસેમ્બર-2020 એટલે પરમ પૂજ્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબની 137મી જન્મજયંતી

સંસ્થાના સ્થાપક બાપાશ્રીની જન્મજયંતી નિમિત્તે સોનગઢ રત્નાશ્રમમાં સંસ્થાનું સંચાલક મંડળ અને અભૂતપૂર્વ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સમગ્ર રત્નાશ્રમ પરિવાર પૂજ્ય બાપાશ્રીને વંદન-દર્શન અને આશીર્વાદ મેળવવા  હાજર રહ્યો હતો.

તારીખ 24 ડીસેમ્બરના રોજ સંસ્થાના સંચાલક મંડળ સાથે શૈક્ષણિક સ્ટાફની મિટિંગનું આયોજન થયેલ.જેમાં ONLINE ચાલતાં શિક્ષણ, ONLINE યોજાયેલ પરીક્ષા તેમજ ONLINE યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓનો શૈક્ષણિક સ્ટાફ દ્વારા રીપોર્ટ રજૂ થયેલ. સાંજે 7:૩૦ કલાકે જાણીતા તત્વચિંતક, પ્રાધ્યાપક અને કચ્છી સાહિત્યના સમર્થ કવિ એવા ડૉ.શ્રી ગુલાબભાઈ દેઢિયાએ સમગ્ર જૈન સમાજમાં જૈન મૂલ્યોનો વરસો જાળવી રાખવો અને આવનારી પેઢીમાં જૈન સંસ્કારનું સિંચન કરતી એવી આપણી સંસ્થા સોનગઢ રત્નાશ્રમ હાલમાં એક દીવાદાંડી રૂપ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યો છે. એ વિષયક સુંદર ભાવવાહી અને પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.

તા.25 ડીસેમ્બરના રોજ પરંપરા મુજબ સમગ્ર રત્નાશ્રમ પરિવારે પૂજ્ય બાપાશ્રી અને એમની સમાધિની વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રસંગને અનુરૂપ શ્રી ભરતભાઈ ચૌહાણે સંસ્થા પરિચય કરાવેલ અને કોરોના જેવી મહામારીમાં જેમણે સંસ્થા પ્રત્યેની લાગણીને અનુભવીને દાનનો પ્રવાહ વહેતો મૂકેલ તેમને બિરદાવેલ. આ મહા ઉત્સવને ધ્યાનમાં રાખી શાળાની દરેક લેબ વિષયવસ્તુથી સુસજ્જ કરી, એનું પ્રદર્શન રાખવામાં આવેલ અને સમગ્ર રત્નાશ્રમ પરિવાર પોતાનામાં વિદ્યાર્થી જીવ જાગ્રત કરી શિક્ષકો અને ગૃહપતિ મિત્રોએ સરસ મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં દીપપ્રાગટ્ય, આવકાર, પ્રાર્થના, સંગીત-ગઝલ, નૃત્ય, નાટક અને ડાન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ એટલો સરસ મજાનો નીવડ્યો કે સંચાલક મંડળે તાળીઓના તાલ આપી બિરદાવ્યો. આ સંપૂર્ણ કાર્યક્રમને રત્નાશ્રમ ગીતના ગાયન સાથે કાર્યક્રમને વિરામ આપ્યો હતો.

આવા કપરા સમયમાં પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબની 137મી ‘જન્મજયંતી’નો સમગ્ર કાર્યક્રમ બાળકો હાજર ન હોય એ માટે સોનગઢ રત્નાશ્રમ youtube channel દ્વારા ઓનલાઈન દર્શાવવામાં આવેલ. બાળકો પણ કિ.મી.નું અંતર દૂર કરી બાપાની જયંતીમાં જોડાયા હતા. ઇવેન્ટ ટીમે શ્રી દિનેશભાઈ કાનાણીના માર્ગદર્શનમાં સારી એવી જહેમત ઉપાડીને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવ્યો.

news headlines