વિશ્વ યોગ દિવસની ઉજવણી

યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ- જોડાણ કરવું કે એક કરવું - એવો થાય છે. યોગ શરીર અને આત્માનાં જોડાણોનું પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદાં જુદાં સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા દિન-પ્રતિદિન વધી રહીં છે.

યોગ એ સદીઓથી ચાલી આવતી આપની ભારતીય સંકૃતિનો એક ભાગ છે. આ સંસ્કૃતિ સાથે સોનગઢ રત્નાશ્રમ 1923 થી જોડાયેલું છે. સર્વે બાળકો તા. 21.06.2022 ના રોજ ઉત્સાહ અને જુસ્સાથી યોગ કરી શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવે છે.

 

news headlines