માતૃભાષાદિન

21 ફેબ્રુઆરી “માતૃભાષાદિન”

માતૃભાષા ગૌરવદિન એટલે ૨૧ ફેબ્રુઆરી-માતૃભાષા પ્રત્યે આદર-સન્માન અને નિજ ભાષાને પૂર્ણ પણે હૃદય-મનથી સત્કારવાનો દિવસ.

        આજના બાળકો વૈશ્વિક ભાષાના પ્રચાર અને પ્રસારથી જયારે સંપૂર્ણ પણે ઘેરાયેલ છે.ત્યારે તેમની કોઈ વાતચીતમાં કે તેના ગુજરાતી વિષયના લેખનમાં કેટલેક અંશે નિરાશા જ દેખાય આવે છે.કાળજીપૂર્વકનું, સમજપૂર્વકનું ને લેખન શુદ્ધિકરણનો તો જાણે અભાવ જ જોવા મળે છે.બાળકોની લેખન શુદ્ધિ થાય, જોડણીની ભૂલો વગરનું લેખન કરતો થાય તેની જગૃતિ અને સમજ કેળવાય તે હેતુસર ૨૦ દિવસ ‘વાચન-લેખન અભિયાન’ ધોરણ: 6 થી 9 (બન્ને માધ્યમ)માં ચલાવવામાં આવ્યું.જેમાં નીચેના જેવી બાબતોની સમજ બાળકોને આપેલ:

  • પ્રથમ બાળકોને કક્કો-બારાક્ષરીની સમજ આપેલ ત્યાર બાદ તેની ઉચ્ચારણ શુદ્ધિ કરાવેલ.
  • જોડાક્ષર વાળા વિશિષ્ટ વર્ણનો પરિચય આપેલ.
  • જોડાક્ષર વાળા શબ્દોનો પરિચય તથા તેનું ઉચ્ચરણ કરાવેલ.
  • રેફ્વાળા શબ્દોનો પરિચય તથા તેનું ઉચ્ચારણ કરાવેલ.
  • જાતિ, લિંગ, વાચન પ્રમાણે ક્રિયાપદની રચનાનો પરિચય કરાવેલ.
  • વિશેષણ-ક્રિયાવિશેષણનો પરિચય આપેલ.
  • શ્રુતલેખન કરાવેલ તથા તેનું સ્વમૂલ્યાંકન કરાવેલ.
  • અનુસ્વારની સમજ આપેલ.
  • વિરામચિહ્નોનો પરિચય કરાવેલ.

news headlines