ગુરુપૂર્ણિમાની – 2021

શાસ્ત્રમાં ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે તેનો વિરોધક અર્થાત પ્રકાશ. આ બે અક્ષરોના સંયોગથી બને છે ‘ગુરુ’. ગુરુ અર્થાત અંધકારમાંથી પ્રકાશ પાથરનાર. શિષ્યમાં જીવન વ્યવહારની અનેક અજ્ઞાનતા ભારોભાર ભરેલી હોય છે,શિષ્યની આસપાસ અજ્ઞાનતાનો અંધકાર ફેલાયેલ હોય છે, પણ ગુરુનાં  ચરણે-ગુરુનાં સાંનિધ્યમાં પહોંચતા આ સમગ્ર અજ્ઞાન – અંધકાર દૂર થાય છે ને એક નવો જ પ્રકાશ શિષ્યનાં અંતરમનમાં પ્રવેશ થતાં શિષ્યનું જીવન પુષ્પની જેમ સુગંધિત બની રહે છે.

દર વર્ષની જેમ આ વર્ષની અષાઢી પૂનમના દિવસે રત્નાશ્રમ પરિવારે  બાળકો સહિત ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. ઇવેંટ ટીમના સંપૂર્ણ માર્ગદર્શન થકી ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ.

પ્રથમ સમગ્ર રત્નાશ્રમના અને સાતે આલમના ગુરુ પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજી મ. સા. ની તથા ગુરુમંદિર અને ગુરુ સમાધિની રત્નાશ્રમ પરિવાર દ્વારા પુષ્પાહાર અર્પણ કરી ગુરુ વંદના કરવામાં આવેલ અને પૂજ્ય ગુરુશ્રીના આશીર્વાદ મેળવેલ.

બેન્ડની સૂરાવલિ દ્વારા ગુરુ વંદના થયેલ અને મ્યુજીક એકેડમીના હેડ શ્રી પ્રવીણભાઈ વંકાણીએ  ગુરુ વંદના રૂપ ભાવપૂર્ણ પદ રજૂ કરેલ. ત્યારબાદ શ્રી તુષારભાઈ જાની,શ્રી રોહિતભાઈ સંઘવી તથા શ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા ગુરુ મહિમા રૂપ વક્તવ્ય રજૂ કરવામાં આવેલ.

ગુરુ મહિમા દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં બાળકો દ્વારા સુંદર મજાની પ્રાર્થના, ગુરુમહિમા ગાન પર બાળકોનો  અભિનય, ગુરુ મહિમા દર્શાવતું સુંદર નાટક અને બાળકો દ્વારા સુંદર સ્પીચ રજૂ કરવામાં આવેલ. શ્રી નરેશભાઇ આંસલ તથા શ્રી અંકુરભાઈએ  સુંદર ગુરુગુણ મહિમા દર્શાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઇ ચૌહાણે કરેલ.

કોરોના મહામારી નિમિત્તે શાળા-કોલેજ બંધ હોવાથી બાળકો આ પ્રસંગની ઉજવણી અને બાપાશ્રી આ પાવન દિવસે  આશીર્વાદ મેળવે તે માટે આ પ્રસંગ it વિભાગ દ્વારા online youtubeના માધ્યમથી પ્રસારિત કરવામાં આવેલ.

        આ સમગ્ર કાર્યક્ર્મનું સુંદર આયોજન કરનાર ઇવેંટ ટીમની ખૂબ ખૂબ અનુમોદના.

news headlines