સોનગઢ રત્નાશ્રમ ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પ

કોરોનાકાળના ૨ વર્ષ બાદ કરતાં છેલ્લા 9 વર્ષથી તુંબડીના ડો.ધીરજ બૌઆની આગેવાનીમાં તેઓ સોનગઢ રત્નાશ્રમની મુલાકાત લઈને દર વર્ષે વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરે છે અને એ માટે તેઓ કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર નીસ્વાર્થ ભાવે સેવા આપે છે . ચાલુ વર્ષે ડો. બૌઆ તેમજ તેમની 40 ડોકટરોની ટીમ દ્વારા તા.30/7/2022 તેમજ તા. 31/7/2022 ના રોજ રત્નાશ્રમના તમામ 455 વિદ્યાર્થીઓ ઉપરાંત કુંદ કુંદ કહાન ગુરુ ના 80વિદ્યાર્થીઓ તેમ જ સ્ટાફનાં સહુ સભ્યો તેમ જ તેમના કુટુંબીજનોની પણ આંખ, કાન,નાક,ગળું,દાંત,ત્વચા વગેરેનું ચેકઅપ કરીને વેકસીનેસનનો ડોઝ આપીને સંસ્થા સાથેનો નાતો વધુ ને વધુ દ્રઢ બનાવ્યો હતો. જયાં જયાં જરુર પડી ત્યાં તેમણે વિદ્યાર્થીને વધુ તપાસ કરેલ છે. તેમજ શ્રી વસંતભાઈ વોરા દ્વારા મેડીકલ કેમ્પની સમરી બનાવવાનાં આવી રહી છે. જેમાં વધુ તપાસાર્થે કે પછી આગળની ટ્રીટમેન્ટ માટેની પ્રક્રિયા જરૂર પડશે કરવાની રહેશે. તે ઉપરાંત દિનેશભાઇ ગુરુજી અને ગોલ્ડન ગ્રુપ તમામ રેક્ટર લોકોનું સુંદર આયોજન. શિષ્ટતા દરેક વિદ્યાર્થી મા જોવા મળી હતી.... સંસ્થા વતી ટ્રસ્ટીશ્રી વિનોદભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી મનસુખભાઈ લાપસીયા તેમજ કમિટી મેમ્બર્સ શ્રી હિતેશ દંડ તથા ભૂ.વિદ્યાર્થીઓ રાહુલ મેહતા, મયુર સાવલા, સલોત યશ તેમજ એ ખાસ જહેમત ઉઠાવી હતી..

 

news headlines