વિજ્ઞાન સોનગઢ રત્નાશ્રમના આંગણે

દેશના ખ્યાતનામ ખગોળ વૈજ્ઞાનિક શ્રી ડો. જે.જે.રાવલ સાહેબ ની રત્નાશ્રમ મુલાકાત

 

બાળક રાત્રે સૂતા સમયે ખુલ્લા આકાશ સામે દૃષ્ટિ કરે છે ને આકાશમાં અગણિત તારામંડળ જોઈ મનમાં રહસ્યોના કેટલાય તરંગો ઉઠવા લાગે છે. આવા ગૂઢ અને અનંત ખગોળ વિજ્ઞાનને જાણવા-સમજવા અને માહિતી મેળવવા દેશના મહાન ખગોળશાસ્ત્રી શ્રી ડૉ.જે.જે. રાવલ સાહેબ તા. 05/03/2022 ના રોજ સોનગઢના આંગણે પધારેલ. તેમના દ્વારા બ્રહ્માંડની સમજ, આપણાં જીવનમાં વિજ્ઞાનનું મહત્વ, અંધશ્રધ્ધા અને વિજ્ઞાન, તારામંડળના રહસ્યો. બાળકોને ઓડિયો-વિડિયોના માધ્યમથી ખૂબ જ સરળ શબ્દોમાં સમજૂતી આપી હતી. એ ઉપરાંત બાળકોના પ્રશ્નોનું સહજ-સરળ ભાષામાં નિરાકરણ કર્યું હતું. સોનગઢ રત્નાશ્રમમાં બાળકોને નવીનતમ વિચારો અને શિક્ષણ મળતું રહે તેના માટે મહાનુભાવોનું આગમન થતું રહે છે.

news headlines