ધર્મોત્સવ

તા. 01/03/2022 ના રોજ અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ.શ્રી ક્લાપ્રભસાગરસુરિશ્વરજી મ.સાહેબ આદિ શ્રમણ-શ્રમણીવૃંદની નિશ્રામાં કમિટી મેમ્બર્સ શ્રી વિજયભાઈ દેઢિયા પરિવાર દ્વારા પૂજનનો રાજા અને કાર્મિક બંધનમાંથી મુક્તિ અપાવતાં પૂજન એવા સિધ્ધચક્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ. તેમજ

તા. 02.03.2022 ના રોજ સોનગઢ રત્નાશ્રમમાં પહેલી દીક્ષા લેનાર પ.પૂ.સાધ્વીજી

શ્રી શ્રમણપૂર્ણાશ્રીજી મ.સા.ની પોતાની ગુરુવર્યા પ.પૂ.સાધ્વીજી શ્રી મુક્તિપૂર્ણાશ્રીજી મ.સા. તથા સહવર્તી સાધ્વીજી મ.સા. સાથે પધરામણી નિમિત્તે ભવ્ય સ્નાત્રપૂજન મહોત્સવનું સંસ્થાના સેક્રેટરીશ્રી અતુલભાઈ શેઠિયાના પરિવાર દ્વારા ભક્તિરસમાં તરબોળ કરવાનું આયોજન કરેલ. આ ઉપરાંત સંસ્થાના સેક્રેટરીશ્રી અશોકભાઇ ગોગરી દ્વારાતા. 07/03/2022 ના રોજ બાળકો માટે પોતાની પુત્રીના લગ્નપ્રસંગે સ્વામિવાત્સલ્ય રાખેલ.

 

news headlines