વકતૃત્વ સ્પર્ધા

તા. ૨૫/૧૨/૨૦૨૧ ના રોજ સવારના પરમ પૂજ્ય મુનિરાજશ્રી કલ્યાણચંદ્રજી બાપાની 138 જન્મજયંતી નિમિત્તે વંદના કરવામાં આવેલ તેમજ બાપાશ્રીની સમાધિએ  વંદના કરવામાં આવેલ.ત્યારબાદ વકતૃત્વ સ્પર્ધામાં કુલ ૯ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર પોતાનું વકતૃત્વ રજૂ થયેલ. 3 વિદ્યાર્થી ગુજરાતીમાં...3 વિદ્યાર્થી ઇંગ્લિશમાં...3 વિદ્યાર્થી હિન્દીમાં... બાળકોએ ખૂબ જ સરસ શૈલીમાં રજૂઆત કરેલ. તેમજ વિવિધ ઇવેન્ટ તેમજ ગ્રુપ વિજેતા કેપ્ટન તેમજ અન્ય પ્રવૃત્તિમાં આગળ આવેલ વિદ્યાર્થીઓનું અધિકારીગણ તેમજ મહેમાનશ્રીના હસ્તે સન્માન કરવામાં 3 વિદ્યાર્થી આવેલ. તેમજ પધારેલ અધિકારીગણે  પોતાના વકતવ્ય રજૂ કરેલ. પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  પણ પોતાની માતૃસંસ્થાને કેમ ભૂલે, વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે માતૃવંદનામાં પણ સારી એવી રકમની જાહેરાત કરેલ. આ રત્નાશ્રમ રત્નોની અનુમોદના કરીએ એટલી ઓછી છે. બંને દિવસના કાર્યક્રમની ઉજવણી તેમજ પોતાના બાળસ્મરણોને વાગોળતા વાગોળતા પધારેલ સૌ કોઈએ તા. ૨૫/૧૨/૨૦૨૧ ના રોજ પોતાના વતન તરફ પ્રયાણ કરેલ

 

 

news headlines