નવા પ્રવેશોત્સુક બાળકો માટે પ્રવેશ મહોત્સવ

  • સોનગઢ રત્નાશ્રમ એટલે જ્યાં માનવનું મહામાનવ તરીકે ઘડતર થાય છે, સોનગઢ રત્નાશ્રમ એટલે જ્ઞાનની પરબ, સોનગઢ રત્નાશ્રમ એટલે જ્યાં ઔપચારિક શિક્ષણની સાથે સાથે અનૌપચારિક જીવન ઘડતરના પાઠ શીખવા મળે, સોનગઢ રત્નાશ્રમ જે આજે શતાબ્દીના આરે આવીને ઊભેલો જ્ઞાનનો ગરવો વડલો. આ સંસ્થામાં વર્ષોથી બાળકોનું સર્વાંગી જીવન ઘડતર થઇ રહ્યું છે.સોનગઢ રત્નાશ્રમમાં હાલમાં 450 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે અને દર વર્ષની જેમ આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રવેશોત્સુક બાળકો માટે તારીખ: ૩૦-૧-૨૦૨૨, રવિવારના રોજ પ્રવેશ મહોત્સવ ઉજવાય ગયો, જેમાં ૧૦૯ પ્રવેશોત્સુક બાળકો એમના માતા-પિતા સાથે રત્નાશ્રમની મુલાકાત લીધેલ. તેની ઝલક જોઈએ.....

 

  • સવારે ૭:૧૫ થી રજીસ્ટ્રેશન, દેરાસરમાં પૂજા વિધિ-દર્શન લાભ અને ત્યાર બાદ ભોજનશાળામાં નવકારશી.

 

  • પ્રવેશોત્સુક બાળકો અને તેમના વાલી માટે સંસ્થા જે રીતે બાળકોનું સર્વાંગી ઘડતર કરી રહી છે, તે નજરે જોવા માટે સંસ્થા દર્શનનું આયોજન કરેલ. જેમાં, વિવિધ વિભાગની કાર્ય પ્રણાલી વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પ્રત્યક્ષ નિહાળી, (Maths & Science Lab, English Lab, Art & Craft Lab, Social Science Lab, Indian Language Lab, Hardware Lab, Computer Lab, Sports Room, Music Academy, Pathshala and Library)

  • સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ સુધી રત્નાશ્રમના રત્નો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સંસ્થાની દિનચર્યા અને સંસ્થા લક્ષી માહિતી સંસ્થાના પ્રતિનિધિ એવા શ્રી પારસભાઈ, શ્રી રોહિતભાઈ તથા શ્રી દિનેશભાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ.

 

  • ૧૧:૩૦ થી પ્રવેશોત્સુક બાળકો માટે એક કસોટીનું આયોજન કરવામાં આવેલ. જે થકી બાળકોનાં પૂર્વ જ્ઞાનની ચકાસણી થઇ. બપોરે ૧૨:૦૦ કલાકે ભોજનશાળામાં ભોજનનો રસાસ્વાદ માણેલ.

  • બપોરના ૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી “સાધર્મિકવાત્સલ્ય” બાળક સાથે માતા-પિતાનો સંસ્થાના કારોબારી સભ્યો તથા શિક્ષકોનો ‘બાળકનાં જીવન ઘડતર’ માટેનો પરિસંવાદ

 

  • આ પરિસંવાદ થકી મોટાભાગના વાલીમિત્રો પાસે સર્વ સગવડ હોવા છતાં પોતાનાં બાળકને જીવન ઘડતરના પાઠ શીખવવા જ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઉત્સુક હતા તે અનુભવી શકાયું છે.

 

  • આ દરમિયાન વિદ્યાર્થીઓનાં પૂર્વ જ્ઞાનની લેખિત કસોટી ઉપરાંત મૌખિક પ્રશ્નોત્તરી થકી શિક્ષકો દ્વારા બાળકને “Guidance of Minimum Learning Level” ની સલાહ પરામર્શ કરવામાં આવેલ.સુખદ પૂર્ણાહુતી સાંજે ૬:૧૫ નાં સમયે પધારેલા બાળકો તથા વાલી મિત્રોએ ચૌવિહાર કરી વિદાય લીધી.

 

 

 

 

 

 

 

 

news headlines