પ્રવેશોત્સવ જુન-૨૦૧૮
સોનગઢ રત્નાશ્રમમાં જાણે આજે એક નવો જ માહોલ લહેરાઈ રહ્યો છે. તા.૧૦/૦૬/૧૮ ના રોજ જુના વિદ્યાર્થીઓનું આગમન તા.૧૧/૦૬/૧૮ ના પ્રવેશ પામેલ નવા બાળકોનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું જાણે નવા સ્વપ્નો સાથે બાળકોએ પ્રવેશ કર્યો.
પૂ.બાપાશ્રીઓના આશીર્વાદ સાથે બાળકોએ શાળા પ્રવેશ કરેલ. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી નાનજી હિરજી ફુરિયા, માનદ મંત્રીશ્રીઓ પંકજ શંભુલાલ ગોસર, અતુલ જગશી શેઠિયા, અશોક વેલજી ગોગરી કારોબારી સભ્યશ્રીઓ ચંદ્રેશ લક્ષ્મીચંદ છેડા, પરેશ હિરજી છેડા, પંકજભાઈ ગાલા તેમજ અન્ય જુનીયર કમિટી મેમ્બર્સશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને સર્વે બાળકોને અભ્યાસની સાથે સાથે સંસ્કાર પણ મેળવી સંસ્થાનું હંમેશના માટે ઉજ્જવળ બનાવે તેવા આશિર્વચન આપેલ.
પ્રવેશોત્સવના ફોટોગ્રાફ્સ જોવા માટે અહિ ક્લિક કરો.