72nd Indepenence Day

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

                ભારત એક વિશાળ દેશ છે.તેમાં અનેક ધર્મ પાળતી  પ્રજા વસે છે, વેશભૂષા ખાનપાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ એકતાની પાછળ અનેક્તાની ભાવના ચોક્કસ રહેલી છે.અને આ એકતાની અનુભૂતિ વિધાર્થીઓને થાય તો સામાજીક જીવનના નિર્માણમાં તે મદદ કરે છે. જો દેશ સંકટમાં પડશે તો ધર્મ કે સંસ્કૃતિ નહી ટકી શકે. વાસ્તવમાં માતા અને માતૃભુમીના મોહથી મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થઇ શકતો એટલે વિધાર્થીઓ સમજે કે દેશસેવા અને પરોપકાર જ તેનો ધર્મ છે બાળકો દેશના કલ્યાણમાં જ પોતાનું કલ્યાણ છે તેવું સમજે અને પોતાની માં અને માતૃભુમી પ્રત્યે પોતાનું કર્તવ્ય અદા કરે.

આ માટેજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબજ હર્ષોલ્લાસ અને આનંદ સાથે  સોનગઢ રત્નાશ્રમમાં ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૮ સ્વતંત્રતા દિવસ ધામધુમથી ઉજવવામાં આવ્યો. સૌ પ્રથમ માનનીય શ્રી કુલીનભાઇ ખોના દ્વારા ભારતમાતાને પુષ્પહાર પહેરાવવામાં આવ્યો. બંને પૂજ્ય બાપાશ્રીઓનું ફૂલહાર પહેરાવી આશીર્વાદ લીધા ત્યારબાદ શ્રી કુલીનભાઇ ખોના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને આશ્રમના બેન્ડના  કર્ણપ્રિય સંગીત સાથે  રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. .

ત્યારબાદ ઓડીટોરીયમ હોલમાં દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.ખુબજ સુંદર ‘એ વતન મેરે વતન’ ના નાદ સાથે કાર્યક્રમ શરુ થયો,વિધાર્થીઓએ પોતાની સરળ અને આકર્ષક અદામાં દેશપ્રેમ જગાવતી ગુજરાતી,હિન્દી અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં ખુબ સુંદર વક્તવ્ય રજૂ કર્યું.ડાન્સ,ડ્રામા, દ્વારા પોતાની દેશભક્તિનો પરિચય કરાવ્યો, સાથે સાથે શિક્ષક મિત્રો વિનોદભાઈ  ,તુષારભાઈ દાણીધારિયા અને તુષારભાઈ જાની દ્વારા પણ સુંદર દેશભક્તિ ગીતોનું પઠન કરવામાં આવ્યું. આ રીતે વિધાર્થીઓને  આપણા દેશની આઝાદી માટે શહીદી વહોરનાર અને બલિદાનો આપનાર શહીદોની વિરતાના દર્શન કરાવ્યા અને દેશ પ્રત્યેની પોતાની ફરજ યાદ અપાવી.

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ફોટા જોવા માટે અહીં  ક્લિક કરો.

news headlines