26 January 2019

૨૬ મી જાન્યુઆરીનો ૭૦ મો ગણતંત્ર દિવસ રત્નાશ્રમમાં ખુબ જ ઉત્સાહથી રાષ્ટ્રભાવના સાથે ઉજવવામાં આવેલ હતો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતીમા રત્નાશ્રમના વર્ષ ૧૯૮૪-૮૬ નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રત્નાશ્રમ પરિવારના તમામ સભ્યોએ ભાગ લીધો હતો.

આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીના ભાગ રૂપે નીચે મુજબ કાર્યક્રમોનું આયોજન થયું હતું.

-- પ.પુ.બાપાશ્રીઓનું ફૂલહારથી પૂજન

-- રાષ્ટ્રીય સ્મારક સમાન રત્નાશ્રામમાં સ્થાપિત ભારત માતાની પ્રતિમાનું પૂજન

-- ધ્વજ વંદન

-- બેન્ડની સુરાવલીઓ (નિદર્શન)

-- વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય

-- વિદ્યાર્થીઓ દ્વારા સાસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ

-- રત્નાશ્રમના શિક્ષકો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન

-- વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર વિતરણ

-- પધારેલ મહેમાનો (ભૂ.પૂ. વિદ્યાર્થીઓ) દ્વારા વક્તવ્ય

૭૦માં ગણતંત્ર દિવસની ઉજવણીના ફોટા જોવા અહીં ક્લિક કરો.

news headlines