ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા

સોનગઢ રત્નાશ્રમ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન તા.૧૧/૭/૨૦ નાં રોજ રત્નાશ્રમના વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા જાણ કરી ઓનલાઈન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં બાળકો પોતાની આગવી કળા-સૂઝ વિસરી ન જાય એ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિષયો: ૧. ઓનલાઈન શિક્ષણ : લાભ કે હાની, ૨. આજના સમયમાં આપણા જીવનમાં ધર્મનું સ્થાન, ૩. જીવન ઘડતર અને જીવન સંસ્કાર. આ સ્પર્ધાનું આયોજન બે ગ્રુપમાં કરાયેલ હતું. જેમાં ધોરણ ૬ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ એમ વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઈન કરાવેલ. આ સ્પર્ધામાં પહેલા રાઉન્ડમાં ૧૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જયારે આમાંથી બીજા રાઉન્ડમાં ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી થઇ હતી. આ ૩૦ વિદ્યાર્થીઓને તા. ૨૭/૭/૨૦ નાં રોજ ફાઈનલ રાઉન્ડનું આયોજન ઓનલાઈન ઝુમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાંથી બંને ગ્રુપ માંથી ૩ – ૩  વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરેલ હતા. આ દરેક વિદ્યાર્થીઓને પૂરતું પ્રોત્સાહન આપીને તેમની કળા ને નિખારવાનું કામ કર્યું. આ સ્પર્ધામાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણેય ભાષાને મહત્વ આપવામાં આવ્યું હતું જેથી કરીને બાળકોની ભાષાશૈલી વિકસે એ પણ ધ્યાનમાં રાખી વક્તૃત્વ સ્પર્ધા સફળ બની હતી.

 

સ્પર્ધાના વિજેતાઓ :

ગ્રુપ ૧ (ધોરણ ૬ થી ૮)

ગ્રુપ ૨ (ધોરણ ૯ થી ૧૨)

૧. જૈન વિશુદ્ધ વિકાસ (૬ અંગ્રેજી)

૨. પટેલ નીલ રાજેશભાઈ (૬ ગુજરાતી)

૩. ગડા મિત જીતેન્દ્ર (૬ અંગ્રેજી)

૧. જૈન આયુષ રાજેશ (૧૦ અંગ્રેજી)

૨. ગડા કવિશ કિરણ (૧૦ અંગ્રેજી)

૩.નિસર વિનીત તેજસભાઈ (૯ અંગ્રેજી)

 

 

ઇવેન્ટ પ્લાનીંગ કમિટી:

અવિનાશ દવે, વિનોદ રાભડીયા, રાજેશભાઈ ચૌધરી, વનરાજ રાઠોડ

news headlines