સુંદર લેખન અભિયાન

ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની – સોનગઢ રત્નાશ્રમ

       બાળકોને સ્વાભાવિક રીતે જ વર્ગમાં એક પશ્ન પૂછવામાં આવ્યો કે,આપણે બીજા વ્યક્તિના ધ્યાનનું આકર્ષિત કેન્દ્ર બનવા અને આપણે આપણા વ્યક્તિત્વની છાપ ઉપસાવવા આપણે શું કરી શકીયે ?

       ઘણા બાળકોએ ઘણા પ્રકારના ઉત્તર આપ્યા.તેમાં એક બાળકનો ઉત્તર ખૂબ જ સુંદર હતો.આપણી સારી વાણી અને સુંદર અક્ષર એ આપણા વ્યક્તિત્વની પ્રથમ અને સારી છાપ પાડે છે.      

       આપણે ઉચ્ચ અભ્યાસ કરીએ તે મહત્વનું તો છે જ પણ સાથે સાથે મીઠી-મધુર વાણી અને સુંદર અક્ષર એટલા જ મહત્વના છે. આ રીતે આ પ્રકારના ઉત્તમ વિચાર સાથે સોનગઢ રત્નાશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરલેખન અભિયાન શરુ કરવામાં આવેલ.

       બાળકોને પ્રથમ સુંદર લેખનનું મહત્વ અને તે દ્વારા વ્યક્ત થતા વ્યક્તિત્વ એ વિશે દરેક વર્ગમાં જણાવવામાં આવેલ.સુંદરલેખન બાબત પ્રત્યે બાળકો જાગ્રત બને તે માટે ગાંધીજીની ‘સત્યના પ્રયોગ’ આત્મકથામાંથી ગાંધીજીના સુંદરલેખન બાબતના વિચારોની વર્ગ સમક્ષ ચર્ચા કરેલ.

ત્યાર બાદ જીવનમાં અને અભ્યાસમાં સુંદરલેખન અંગેની  ઉપયોગીતા જણાવવામાં આવેલ.

  • સારા વ્યક્તિત્વ માટે
  • સુંદર લેખિત અભિવ્યક્તિ માટે
  • સારા પરિણામ માટે
  • લેખનમાં સુઘડતા આવે એ માટે
  • અર્થનો અનર્થ ન થાય તે માટે
  • સારી કેળવણીની છાપ પડે તે માટે
  • ચોખ્ખાઈ માટે
  • સુંદરઅક્ષર એ હાથનું ઘરેણું છે.

સોનગઢ રત્નાશ્રમમાં જયારે ધોરણ 9 (બન્ને માધ્યમ)માં પ્રવેશ કરે ત્યારે શિક્ષણની શરૂઆત જ સુંદર લેખન અભિયાનથી કરવામાં આવે છે.પ્રથમ સુંદરલેખનની કસોટીનું આયોજન કરવામાં આવે છે.તેના આધારે જ જે પ્રમાણેની જરૂરિયાત હોય તે પ્રમાણે બાળકોને માર્ગદર્શન આપવામાં આવે.  

બાળકોને નોટબુકમાં જુદી જુદી વળાંક વાળી નિશાનીઓની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. જે આપ ફોટો ગ્રાફમાં જોઈ શકો છે.

સુંદરલેખન માટે ગાંધીજીનો વિચાર છે કે, ‘ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.’ અને સુંદર અક્ષર એ વિદ્યાદેવી મા શારદાનું આવશ્યક અંગ છે.તેની આપણે ક્યારેય ઉપેક્ષા ન કરવી જોઈએ.આભ્યાસની સર્વ બાજુ આપણી ઉત્તમ હશે પણ અક્ષર સુંદર નહી હોય તો તે  આપણી સર્વ સિદ્ધિઓને ઢાંકી જ દેશે.

તારીખ 3/072017 થી 7/07/2017 ધોરણ 9 (બન્ને માધ્યમ) સુંદરલેખન અભ્યાનનું આયોજન કરવામાં આવેલ.તારીખ 8/07/2017 ના રોજ સુંદર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

અભિયાન પહેલા

 

અભિયાન બાદ

20-06-17

 

07-07-17

Std.

A

B

C

NI

TOTAL

 

A

B

C

NI

TOTAL

9E

13

14

28

0

55

 

23

14

18

 

55

9G

9

14

20

1

44

 

28

10

12

 

50

 

news headlines